Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

સેલવાસ ભંડારી સમાજના પ્રમુખની વરણી કરાઈ

સેલવાસ ભંડારી સમાજના પ્રમુખની વરણી કરાઈ


વાપી, તા.૦૩ ઃ  સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ સ્થિત વનધારા ગાર્ડનમાં તા. ૨૯ જૂન, ૨૦૨૬ના રોજ  ભંડારી સમાજની કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજના વિકાસ, વિદ્યાર્થીઓના શૈક્ષણિક સહકાર તેમજ જરૂરિયાતમંદ પરિવારોને વિવિધ રીતે મદદરૂપ થવા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ત્યારબાદ આગામી કાર્યકાળ માટે પ્રમુખપદની ચૂંટણી યોજાઈ હતી. પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ઍડવોકેટ ઍન્ડ નોટરી પંકજકુમાર ઍન. ભંડારી ને સૌથી વધુ મતો મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા અને નવા પ્રમુખ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી. સાથે નવી કાર્યકારિણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે નીરવભાઈ સી. પટેલ અને અશ્વિનભાઈ ઍમ. પટેલ, મહામંત્રી તરીકે જયંતીભાઈ ઍલ. પટેલ અને વિલાસભાઈ સી. પટેલ, ખજાનચી તરીકે હર્ષદભાઈ ઍમ. પટેલ, સહ-ખજાનચી તરીકે ભરતભાઈ ઍલ. પટેલ તેમજ મંત્રી તરીકે દીપકભાઈ જી. પટેલઅને ૃસલાકાર તરીખે ચેતનભાઈ ઍન. પટેલ, રમેશભાઈ જી. પટેલની નિમણૂક કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય કમિટી સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી. બેઠકના અંતે સમાજને વધુ સંગઠિત બનાવી સેવાકીય અને સમાજહિતના કાર્યોને ગતિ આપવા સર્વાનુમતે સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.