Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

સેલવાસમાં બરોડા આરઍસઈટીઆઈ દ્વારા મહિલા ટેલર તાલીમ બેચનો પ્રારંભ

સેલવાસમાં બરોડા આરઍસઈટીઆઈ દ્વારા મહિલા ટેલર તાલીમ બેચનો પ્રારંભ


સેલવાસ, તા.૦૩ ઃ બેંક ઑફ બરોડા સંચાલિત બરોડા ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે બુધવારે વુમન્સ ટેલર તાલીમ બેચનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. તાલીમનો મુખ્ય હેતુ સ્થાનિક અને ગ્રામ્ય મહિલાઓને સિલાઈ ક્ષેત્રે વ્યવસાયિક કૌશલ્ય આપીને તેમને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે.
આ તાલીમ દરમિયાન મહિલાઓને વિવિધ પ્રકારના મહિલા વસ્ત્રોની સિલાઈ તેમજ સંબંધિત વ્યવહારુ કૌશલ્યનું માર્ગદર્શન આપવામાં આવશે, જેથી તેઓ ભવિષ્યમાં પોતાનો વ્યવસાય શરૂ કરીને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે.
આ પ્રસંગે વુમન્સ ટેલરના ડીઍસટી ઉષા મેડમ, બેંક ઑફ બરોડા સેલવાસાના ઍલડીઍમ સુનીલ માલી, રીજનલ ઑફિસ વલસાડના પીઍસ ઇન્ચાર્જ સચિન લોઢે તેમજ આરઍસઈટીઆઈના નિયામક વિશાલ કંદી ઉપસ્થિત રહ્ના હતા.મહેમાનોઍ તાલીમાર્થી મહિલાઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે આવા કૌશલ્ય વિકાસ કાર્યક્રમો ગ્રામ્ય મહિલાઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં અને તેમને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
આરઍસઈટીઆઈના નિયામક વિશાલ કંદીઍ જણાવ્યું કે, આ તાલીમ માત્ર કૌશલ્ય મેળવવાનો અવસર નથી, પરંતુ આત્મવિશ્વાસ વધારી સ્વરોજગાર તરફ આગળ વધવાનો મજબૂત આધાર પણ છે.
કાર્યક્રમના અંતે તમામ મહેમાનોઍ તાલીમાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી અને તાલીમનો સંપૂર્ણ લાભ લેવા અનુરોધ કર્યો.