Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

અતુલ કલબમાં ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ યોજાઈ

અતુલ કલબમાં ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૨ ઃ બલસાર ડિસ્ટ્રીક્ટ બેડમિન્ટન ઍસોસિઍશન અને અતુલ ક્લબના સંયુક્ત ઉપક્રમે ’ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ -૨૦૨૫’ નું આયોજન અતુલ ક્લબ માં  કરવામાં આવ્યું. આજરોજ બલસાર ડીસ્ટ્રીક્ટ બેડમિન્ટન ઍસોસિઍશનના પ્રમુખ  અર્ચનાબહેનના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનો શુભ આરંભ થયો હતો. જેમાં થેમસ પી. સૂરતી રેફ્રી અને ડે. રેફ્રી સાથે અમ્પાયરની ટીમ, બેડમિન્ટનના ખેલાડીઓ અને ટુર્નામેન્ટના આયોજક વિવેક દેસાઈની હાજરી પ્રોત્સાહક બની હતી. સમગ્ર ગુજરાતના અગ્રીમ બેડમિન્ટન ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્ના છે. મેન સિંગલ્સ, મેન ડબલ્સ, વુમન સિંગલ્સ, વુમન ડબલ્સ અને મીક્ષ ડબલ્સની મેચો ત્રણ દિવસ દરમ્યાન રમાવડવામાં આવશે.