Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપી મનપાના પાણી વિભાગના વાલમેન વસંતભાઈ પટેલનો વિદાય કાર્યક્રમ યોજાયો

વાપી મનપાના પાણી વિભાગના વાલમેન વસંતભાઈ પટેલનો વિદાય કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપી મહાનગરપાલિકાના પાણી વિભાગમાં વાલમેન તરીકે ફરજ બજાવતા વસંતભાઈ નવલાભાઇ પટેલ તા.૩૦-૬-૨૦૨૬ને મંગળવારના રોજ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેનો વાપી મહાનગરપાલિકાના પાણી વિભાગની કચેરીમાં નિવૃત્તિ વિદાય કાર્યક્રમનું આયોજન વાપી મનપાના સેક્રેટરી રિતેશભાઇ વાણંદની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે  પાણી વિભાગના હાઇડ્રોલિક ઇજનેર સંજયભાઈ ઝા, ટેક્સ વિભાગના મુખ્ય અધિકારી  રાકેશભાઈ ઠક્કર, નિલેશભાઈ, વિનોદભાઈ, જીતુભાઈ તેમજ પાણી વિભાગના ઇજનેરો અને અન્ય કર્મચારીગણો ઉપસ્થિત રહ્ના હતાં. આ પ્રસંગે સંજયભાઈ ઝા દ્વારા જણાવાયું હતું કે પાણી વિભાગમાં વાલમેન તરીકે વસંતભાઈ નવલાભાઇ પટેલ તા.૧/૯/૧૯૯૬ના રોજ જોડાયા હતાં અને આજે સતત ૩૦ વર્ષ સુધી નગરપાલિકા અને મહાનગરપાલિકામાં તેઓઍ પોતાની નિષ્ઠાવાન, વફાદાર અને પસંદગી સેવા આપી હતી અને આજે વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેઓને સાલ ઓઢાડી, ગુલદસ્તો આપી વિદાય આપવામાં આવી હતી. સાથે  તેમનું નિવૃત્ત જીવન સુખમય અને આનંદમય વિતે તેવી શુભકામનાઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે મનપાના સેક્રેટરી રિતેશભાઈઍ અગાઉ પાણી ખાતામાં ફરજ બજાવતા સ્વ.ઝીણાભાઈ પટેલને યાદ કર્યા હતાં અને જણાવ્યું હતું કે નગરપાલિકાના સમયમાં અગાઉ પાણી ખાતામાં વસંતભાઈ અને ઝીણાભાઈ પટેલ બંને ઍક સરખા જ હોય ઘણી વખત ઝીણાભાઈને વસંતભાઈ અને વસંતભાઈને ઝીણાભાઈ તરીકે તેઓ બોલાવતા હતાં. આ પ્રસંગે તેમની સાથે તેમના ધર્મપત્ની મીરાબેન પટેલ, પુત્ર ઉમેશભાઈ તેમજ પુત્રવધુ અને પૌત્રો સહિતનાઓ ઉપસ્થિત રહ્ના હતાં.