Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

ખારવેલ નજીક ઉભેલી ઇક્કોને બસની ટક્કરથી બે ને ઈજા

ખારવેલ નજીક ઉભેલી ઇક્કોને બસની ટક્કરથી બે ને ઈજા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૩૦ ઃ ધરમપુર તાલુકાના ખારવેલ ગામે પ્રાથમિક શાળા નજીક ધરમપુર-વલસાડ માર્ગ પર આજરોજ બપોરે ઍસટી બસે રસ્તાની બાજુમાં ઉભેલી ઇક્કો કારને પાછળથી ટક્કર મારતા કારમાં બેઠેલી બે મહિલાઓ ઇજાગ્રસ્ત થઈ હતી.

 બનાવ અંગે દુલસાડ પારસી કળિયાના શિક્ષક પિયુષકુમાર પ્રભાતસિંહ દોડીયા ઍ કરેલ ફરિયાદના આધારે ધરમપુર પોલીસે ઍસટી બસ નં. ઞ્થ્-૧૮-ક્ષ્-૯૮૫૯ના ચાલક રોહનકુમાર ગોવિંદભાઈ પટેલ વિરુદ્ધ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અકસ્માતમાં કારમાં પાછળની સીટ પર બેઠેલી વૈભવીબેનને માથાના કપાળના ભાગે તથા શીતલબેનને જમણા ખભાના ભાગે ઇજા પહોંચતા ૧૦૮ દ્વારા સ્ટેટ હોસ્પિટલ ખાતે  સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. 

  ઘટના અંગે ધરમપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.