Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

વાપી શહેર ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો નિમાયા

વાપી શહેર ભાજપ સંગઠનના નવા હોદ્દેદારો નિમાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 વાપી, તા. ૨૯ ઃ વાપી મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં સંગઠનના હોદ્દેદારોઍ ઉમેદવારી કરી હતી તેઓને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને વાપી તાલુકો હવે ટેકનિકલના આધારે નહીં રહેતા ભાજપ સંગઠનના હોદ્દેદારોને શહેર ભાજપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્યારે આજે વલસાડ જિલ્લા ભાજપના સંગઠન ના હોદ્દેદારોની નિયુક્તિ માટે ગુજરાત પ્રદેશ ભાજપા મહામંત્રી તથા દક્ષિણ ઝોનના પ્રભારી  પ્રશાંતભાઈ કોરાટ તથા જિલ્લાના પ્રભારી  વિનયભાઈ શુક્લા સાથે સંકલન અને ચર્ચા વિચારણા કર્યા બાદ જિલ્લા પ્રમુખ  હેમંતભાઈ કંસારા દ્વારા વાપી શહેર ભાજપ સંગઠનના પ્રમુખ મનીષભાઈ દેસાઈ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ સંગઠનમાં ઉપપ્રમુખ તરીકે સ્મિત ચંપકભાઈ પટેલ અને રાકેશ નારાયણભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે. તેવી જ રીતે સંગઠન મંત્રી તરીકે ક્રિયા વિઠ્ઠલભાઈ પટેલ અને મુકુંદા દિલીપ પટેલની સંગઠનાત્મક નિમણુંકની જાહેરાત કરવામાં આવે છે.
જોકે વાપી મહાનગરપાલિકા ની રચના થતાં જ હવે વાપી તાલુકો વહીવટી વિભાગોમાંથી બહાર થઈ જતા તાલુકા ભાજપ સંગઠનના કેટલાક હોદ્દેદારોને વાપી શહેર ભાજપના હોદ્દેદારો તરીકે નિયુક્ત કરાયા છે જેને લઇ શહેરનું સંગઠન માળખું મજબૂત બનશે.