Damanganga Times.

Damanganga Times.

August 15, 2026

મગોદડુંગરીમાં વટ સાવિત્રી પૂર્ણિમાની પૂજા કરાઈ

મગોદડુંગરીમાં વટ સાવિત્રી પૂર્ણિમાની પૂજા કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૯ ઃ ભારતીય સંસ્કૃતિમા તહેવારો અને વ્રતોનું માત્ર ધાર્મિક જ નહી પરંતુ સામાજીક અને આધ્યાત્મિક મહત્વ પણ છે. ઍવું જ ઍક પરમ પવિત્ર અને નારી શક્તિના પ્રતિક સમાન વ્રત ઍટલે વટ સાવિત્રી પૂર્ણિમા જેઠ મહિનાની પૂનમના દિવસે ઉજવાતું આ વ્રત હિન્દુધર્મમા પરણિત મહિલાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે સ્ત્રીઓના સમર્પણ, તપસ્યા અને પતિ પ્રત્યેના અગાધ પ્રેમને ઉજાગર કરે છે.
વલસાડ કાંઠાળ પંથકના મગોદ ડુંગરી ખાતે જેઠ મહિનાની પૂનમના દિવસે વટ સાવિત્રીની પૂજા માટે વહેલી સવારથી મહિલાઓની વડ વૃક્ષની પૂજા માટે થાળીમાં જળ, કાચો સુતરના દોરા અને પૂજાની સામગ્રી સાથે મહિલાઓની લાંબી કતાર ઠેર ઠેર જોવા મળી હતી.
આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયું, ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંમ્પત્ય જીવન માટે વટવૃક્ષની ધાર્મિક માહોલમા પૂજા કરી ઍકબીજાને આર્શીવાદ આપ્યા હતા.