સાપુતારા ઘાટમાં ટેમ્પો અડફેટે બાઈક ચાલક યુવકનું મોત
- byDamanganga Times
- 15 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૧૪ ઃ ડાંગ જિલ્લાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાપુતારાના ઘાટ માર્ગ પર વધુ ઍક જીવલેણ અકસ્માત સર્જાયો છે. સાપુતારા ઘાટમાં હનુમાનજી વળાંક પાસે બેફામ સ્પીડે અને રોંગ સાઇડમાં આવી રહેલ ઍક ટેમ્પોઍ સામેથી આવતી મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા ઍક ૨૨ વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યુ છે. જ્યારે ટેમ્પો ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ ગત તા. ૧૩ જૂન ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૦૯ઃ૩૦ વાગ્યાની આસપાસ સાપુતારા ઘાટમાં હનુમાનજી વળાંક નજીક આ અકસ્માત સર્જાયો હતો. આરોપી ચાલક પોતાની ટેમ્પો ફોર-વ્હીલર ગાડી લઈને પૂરઝડપે અને ગફલતભરી રીતે રોંગ સાઇડમાં આવી રહ્ના હતો. આ દરમિયાન સામેથી પોતાની મોટરસાયકલ પર આવી રહેલા ઈશાનભાઈ જીતેન્દ્રભાઈ જાદવ (ઉંમર વર્ષ ૨૨, રહે. નડગચોંડ, તા. વઘઈ)ને, ટેમ્પાઍ અડફેટે લીધો હતો. આ ટક્કર ઍટલી જોરદાર હતી કે મોટરસાયકલ ચાલક ઈશાનભાઈને માથાના ભાગે, ચહેરા પર તેમજ જમણા પગમાં ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. અહીં ગંભીર ઈજાઓ થવાને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો ટેમ્પો ચાલક ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્ના હતો. હાલમાં સાપુતારા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ (ગ્ફલ્)ની કલમો તેમજ મોટર વ્હીકલ ઍક્ટ (પ્.સ્. ખ્ણૂદ્દ)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
