દમણમાં વિશ્વ રક્તદાન દિવસ ઉજવાયો
- byDamanganga Times
- 15 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા.૧૪ ઃ વિશ્વ રક્તદાતા દિવસ-૨૦૨૬ની ઉજવણી નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, થ્રીડી દ્વારા ત્રણેય જિલ્લાઓમાં રક્તદાન શિબિરો અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આરોગ્ય સચિવ ગોપી કૃષ્ણા (આઈઍઍસ)ઍ જણાવ્યું હતું કે રક્તદાન માનવસેવાનું શ્રેષ્ઠ કાર્ય છે. રક્તનો કોઈ વિકલ્પ નથી અને તેને પ્રયોગશાળામાં તૈયાર કરી શકાય તેમ નથી. તેથી સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં રક્ત ઉપલબ્ધ રહે તે માટે સ્વૈચ્છિક રક્તદાન અત્યંત જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫ દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં ૧૦૦થી વધુ સ્વૈચ્છિક રક્તદાન શિબિરોના માધ્યમથી ૧૨ હજારથી વધુ યુનિટ રક્ત ઍકત્રિત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નિયમિત રક્તદાતાઓ, ઉદ્યોગો, કોર્પોરેટ સંસ્થાઓ, સામાજિક સંગઠનો, ઍનજીઓ, યુવા મંડળો અને અન્ય સંસ્થાઓને રક્તદાન ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
