Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ચીખલી સ્ટેટ બેîકનાં સીવીઍમમાં ચલણી નોટ અને સિક્કાની અછતથી નાના ધંધાવાળા પરેશાન!

ચીખલી સ્ટેટ બેîકનાં સીવીઍમમાં ચલણી નોટ અને સિક્કાની અછતથી નાના ધંધાવાળા પરેશાન!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૧૪ ઃ આજના ઝડપી આધુનિક અને ડિજીટલ યુગમાં  વિવિધ ચૂકવણી નવીન પદ્ધતિઓથી થાય છે, ઘણું બધું ઓનલાઈન થઈ રહ્નાં છે, ઍટલે સામાન્ય નાગરિક, નાના વેપારી, ટોપલા, લારી ગલ્લાવાળાને રોજબરોજના વ્યવહારમાં  છુટા પૈસા, નાની ચલણી નોટની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરચૂરણ- સિક્કા નોટની અછત ! શાકભાજી લેવા, રિક્ષા ભાડું ચૂકવવા કે કરિયાણાની દુકાને, રૂ.૧, ૨, ૫ કે ૧૦ના સિક્કાની જરૂર પડે છે. પરંતુ પર્યા માત્રામાં ચલણી સિક્કા નોટ મળતી નહી હોવાની રાવ નાગરિક વેપારીઓમાંથી નાના ગામડાથી મોટા શહેર સુધી ઊઠી છે.
 ખેરગામ ચીખલી તાલુકામાં ઍકમાત્ર ચીખલી સ્ટેટ બેંકમા ઍટીઍમની જેમ કોઈન વેન્ડીંગ મશીન (સીવીઍમ) છે, પરંતુ  તેમાં ઘણીવાર સિક્કાનો પુરવઠો ન હોય અછત સર્જાય છે, સિક્કા વગર પરત થવું પડે છે. રૂપિયા ઍકથી ૨૦ સુધીની ચલણી નોટો ઘણા વર્ષોથી ગાયબ થઈ ગઈ છે અને જે હાલમાં ચલણમાં ફરે છે તેની હાલત પણ તદ્દન ખરાબ થયેલ છે જેથી ફાટેલી ચૂથાયેલી નોટ નજીકની બેંકમાં જમા કરાવવી અને તેના બદલે અન્ય નોટ મેળવી લેવી, જાતે ટેપ લગાવી સુધારવાના બદલે બેંકને સોપવી જે ખાસ ટેપથી જરૂરી સુધારો કરશે નહીં તો ચલણમાંથી પરત ખેંચી લેશે.
ઍસટી નિગમે ઈ ટિકિટિંગમાં સ્કેન કરી જીપેનું અમલીકરણ કરતા બસ ભાડામાં કંડકટર અને મુસાફરો વચ્ચે જો મોબાઈલ હોય તો હવે રકઝક થતી નથી. રિઝર્વ બેંક દરેક તાલુકા મથકે સિક્કા અને નાની નોટના પુરવઠા માટે ગોઠવણ કરે તેવી લોકમાંગ છે.