Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ચીખલીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ

ચીખલીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ


નવસારી, તા. ૧૪ ઃ  દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં ‘૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી ગ્રામ પંચાયત  ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. જનકલ્યાણ શિબિરનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં નાગરિકોઍ ઉપસ્થિત રહી વિવિધ સરકારી સેવાઓનો લાભ મેળવ્યો હતો. તંત્ર દ્વારા વધુમાં વધુ નાગરિકોને આવી જનકલ્યાણ શિબિરોનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્ના હતાં.