Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

મોગરાવાડી ગરનાળા પાસે રીક્ષામાંથી ગાંજાની ૪૨ પડીકી સાથે ઝડપાયો

મોગરાવાડી ગરનાળા પાસે રીક્ષામાંથી ગાંજાની ૪૨ પડીકી સાથે ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા, ૧૪ ઃ વલસાડ સીટી પોલીસ મથકના પીઍસઆઈ અને તેમની ટીમ  પેટ્રોલિંગમાં ફરતી હોય તે દરમિયાન મળેલી બાતમી આધારે મોગરાવાડી રેલવે ગરનાળા આગળ ઉભેલી રીક્ષામાં તપાસ કરતા ગાંજાની ૪૨ પડીકી ૩૦૨ ગ્રામ  કિંમત રૂ.૧૫ હજાર, મોબાઈલ, રોકડા રૂપિયા, રીક્ષા મળી કુલ રૂ.૨.૩૯ લાખના મુદ્દામાલ સાથે રીક્ષા પારડી સાંઢપોર મોગરાવાડીના રીક્ષા ચાલકની ધરપકડ કરી છે. જ્યારે બાજુમાં રહેતા પાડોશીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
વલસાડ સીટી પોલીસ મથકના પીઍસઆઇ અનિરુદ્ધ ગોહિલ  તેમની ટીમ સાથે ફરતા  હતાં. તે દરમિયાન  બાતમી મળી કે  રિક્ષા ચાલક ગાંજો વેચી રહ્ના હોવાની બાતમી આધારે પોલીસે   મોગરાવાડી રેલવે ગરનાળા બહાર આવેલ સામર ફળિયા પારડી સાંઢપોર રીક્ષા નં. ઞ્થ્-૧૫-ખ્ષ્-૭૧૩૩માં છાપો મારતા પરીક્ષા ચાલક અમિત ઉર્ફે પેન્ડો રસીકભાઈ નીકુંભ રહે. મોગરાવાડી, પારડી સાંઢપોર, વલસાડ નામના ઇસમને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા જિલ્લામાં મુકેલ નાની નાની ગાંજાની પડીકી ૪૨ નંગ જેનો વજન ૩૦૨ ગ્રામ મળી આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરતા  જણાવ્યું આ ગાંજાનો જથ્થો તેને તેના જ ઘરની બાજુમાં રહેતા પ્રશાંત તિવારી રહે. મોગરાવાડી પારડી સાંઢપોર, રેલ્વે ગરનાળા પાસે નામનો ઈસમે ઍક અઠવાડિયા પહેલા આપ્યો હતો. અમિત આ જથ્થામાંથી નાની-નાની પડીકીઓ બનાવીને છૂટકમાં વેચતો હતો. મળી આવેલ ગાંજાની કિંમત રૂ. ૧૫૧૦૦ મળી કુલ રૂ. ૨,૩૯,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.