Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

સરોધી હાઈવે પર ૨.૮૪ ગ્રામ બ્રાઉન હેરોઈન સાથે પંજાબી ઝડપાયો

સરોધી હાઈવે પર ૨.૮૪ ગ્રામ બ્રાઉન હેરોઈન સાથે પંજાબી ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૪ ઃ વલસાડ રૂરલ પોલીસે બાતમી આધારે  સરોધી હાઇવે પરથી પંજાબના ઍક શખ્સ પાસેથી ૨.૮૪ ગ્રામ બ્રાઉન હેરોઈન કિંમત રૂ. ૫૬,૮૦૦ની કિંમત સાથે ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો છે. જ્યારે હેરોઈન આપનાર  પંજાબના અજાણ્યા ઇસમને પોલીસે  શોધખોળ શરૂ કરી  છે.
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વલસાડ જિલ્લાની તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ દ્વારા ગાંજો હેરોઇન ડ્રગ્સ જેવા નસીલા પદાર્થ પર ચાપતિ નજર રાખી રહી છે. ત્યારે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે નંબર ૪૮ પર સુરત તરફથી વાપી તરફ જતાં રોડ પર, સરોધી ગામની સીમમાં આવેલ વંશ હોટલના પાર્કિગમાં ઍક શખ્સ માદક પદાર્થ (નાર્કોટિક્સ)નું વેચાણ કરવાની પેરવીમાં ઉભો છે. બાતમીના આધારે પોલીસ ટીમે હોટલના પાર્કિંગમાં   શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સને કોર્ડન કરીને તેની પુછપરછ કરતા  બિક્રમસીંગ ઉર્ફે પિન્સ ઉં. વર્ષ ૪૮, રહે. જીવંદા હાઉસ, બાબા દીપસીંગજી ગુરૂદ્વારા પાસે, જી. તરનતારન, પંજાબ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની અંગજડતી કરતા તેના ખિસ્સામાંથી ૨.૮૪ ગ્રામ બ્રાઉન હેરોઇન (જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૫૬,૮૦૦  રૂપિયા તેમજ રોકડા રૂપિયા ૨૦૦૦, ઍક મોબાઇલ કિંમત ૫,૦૦૦ મળી કુલ ૬૩,૮૦૦ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ પ્રતિબંધિત ડ્રગ્સ તેને પંજાબના તરણતારન જિલ્લાના જ કોઈ અજાણ્યા ઇસમે આપ્યું હતું અને તે અહીં કોઈ અન્ય અજાણ્યા શખ્સને ડિલિવરી આપવા માટે  આવ્યો હતો. વલસાડ રૂરલ પોલીસે આ મામલે ગુનો નોંધીને ડ્રગ્સ આપનાર અને ખરીદનાર બંને અજાણ્યા શખ્સોના મોબાઈલ નંબર અને સરનામા મેળવવા વધુ તપાસ ચાલુ કરી છે.