Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વલસાડમાં સ્પેશિયલ સેલની બેઠક મળી

વલસાડમાં સ્પેશિયલ સેલની બેઠક મળી


(દમણગંગા ટાઈમ્સ )
વલસાડ, તા. ૧૪ ઃ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૨૬ના અમલીકરણની સ્પેશિયલ સેલની બેઠક વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ તથા કલેકટર નીતિન સાંગવાનના અધ્યક્ષપણા હેઠળ કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ મીટિંગમાં વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, તમામ તાલુકા વિકાસ અધિકારીઓ, તમામ ચીફ ઓફિસરઓ હાજર રહ્ના હતા. સ્પેશિયલ સેલના સભ્ય સચિવશ્રી દ્વારા સુપ્રીમ કોર્ટના હુકમના અમલીકરણ માટે તમામ સ્પેશિયલ સેલના હાજર અધિકારીઓને અમલવારી બાબતે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સંદર્ભે સભ્ય સચિવશ્રી દ્વારા અસરકારક અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓને નિયમોના અમલીકરણ તેમજ ડમ્પીંગ સાઈટ મોનિટરિંગ બાબતે સુનિડ્ઢિત કર્યા હતા.
સ્પેશ્યલ સેલના અધ્યક્ષશ્રી દ્વારા બલ્ક વેસ્ટ જનરેટર આઇડેન્ટિફિકેશન તેમજ રિર્પોટિંગ રજૂ કરવા બાબતે તમામ સભ્યોને તાકીદ કરવામાં આવી હતી, જેથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-૨૦૨૬ના નિયમનું અસરકારક રીતે અમલીકરણ કરી શકાય.