Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ઉમરગામ રેલવે સ્ટેશને ‘ફલાઈંગ રાણી ટ્રેન’ને સ્ટોપેજ મળ્યું

ઉમરગામ રેલવે સ્ટેશને ‘ફલાઈંગ રાણી ટ્રેન’ને સ્ટોપેજ મળ્યું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 ઉમરગામ, તા. ૧૪ ઃ  ઉમરગામ તાલુકામાં યુવા સાંસદ ધવલભાઇ પટેલના ટૂંકા કાર્યકાળ દરમિયાન રેલ્વે વિભાગમાં ચાર દાયકા કરતાં વધુ સમયથી સ્થાનિક રહીશ અને યાત્રીઓ દ્વારા જે માંગ થઈ રહી હતી તે પૈકી મોટાભાગની રજૂઆતો સફળ રહી છે અને મહત્વની ટ્રેનોને સ્ટોપેજ ફળવાયુ છે. ઉમરગામ ખાતે ફલાઈંગ રાણી ટ્રેનને સ્ટોપેજ ફળવાતા સાંસદ ધવલભાઇ પટેલ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, યુઆઇઍ પ્રમુખ અશોકભાઈ ગુા, ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, સેક્રેટરી શ્યામભાઈ વિઝન, ટ્રેઝરર રત્નેશ્વરભાઈ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. ટ્રેનના સ્ટોપેજ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં ધવલભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જેમાં તેઓઍ જણાવ્યું હતું કે ઉમરગામ, સરીગામ અને વાપી વિસ્તારનો આગામી વર્ષોમાં અભૂતપૂર્વ વિકાસ થવાનો છે. આજે જેમ દેશભરમાં ગિફટ સિટી, ધોલેરા, નોઇડા અને બેંગલુરુ જેવા વિકાસ મોડેલોની ચર્ચા થાય છે, તેવી જ રીતે આ વિસ્તાર પણ ઉદ્યોગ, વેપાર અને રોકાણનું મહત્વનું કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્ના છે.
આ વિસ્તારને ઍકસાથે છ પ્રકારની આધુનિક કનેક્ટિવિટી મળવાની છે, જે દેશના બહુ ઓછા વિસ્તારોને ઉપલબ્ધ છે. સૌ-થમ, અહીં પ્રસ્તાવિત કોસ્ટલ હાઈવે વિસ્તારને દરિયા કાંઠાના વિસ્તારો સાથે જોડશે. બીજું, મુંબઈ–અમદાવાદ નેશનલ હાઈવે (ફણ્-૪૮) પહેલેથી જ આ વિસ્તારની મજબૂત માર્ગ વ્યવસ્થાનું આધારસ્તંભ છે. ત્રીજું અને અત્યંત મહત્વપૂર્ણ, મુંબઈ–અમદાવાદ ઍક્સપ્રેસવેનું કામ ઝડપથી આગળ વધી રહ્નાં છે. નવસારી સુધીનો ભાગ પૂર્ણ થઈ ગયો છે.
અને મહારાષ્ટ્રનો સેક્શન પણ તૈયાર થઈ ગયો છે. ખારેલથી મહારાષ્ટ્ર બોર્ડર સુધીનો બાકી ભાગ આગામી બે વર્ષમાં પૂર્ણ થવાની આશા છે. ત્યારબાદ પાલઘરથી વિરારનું અંતર માત્ર ૧૫ મિનિટમાં કાપી શકાશે.
ચોથું રેલવે ક્ષેત્રે સતત નવી ટ્રેનોના સ્ટોપેજ અને અન્ય સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્ના છે.
જેના કારણે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. પાંચમું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાજેતરમાં દમણ ઍરપોર્ટ શરૂ થતાં આ વિસ્તારને હવાઈ કનેક્ટિવિટીનો પણ સીધો લાભ મળવા લાગ્યો છે.
છઠ્ઠું અને સૌથી મહત્વપૂર્ણ, મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પણ આ વિસ્તાર માટે ગેમ ચેન્જર સાબિત થવાનો છે. વાપી બુલેટ ટ્રેન કોરિડોરનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે, જેના કારણે વિસ્તારની ઓળખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનશે.
આ ઉપરાંત મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વિકસિત થઈ રહેલું વઢવણ પોર્ટ ઍશિયાનાં સૌથી મોટા બંદરોમાંનું ઍક બનવાનું છે. તેની નજીક હોવાને કારણે ઉમરગામ, સરીગામ અને વાપીના ઉદ્યોગો તથા વેપારિક પ્રવૃત્તિઓને વિશાળ લાભ મળશે.આ તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ ઉમરગામ, સરીગામ અને વાપી વિસ્તાર રોકાણ, રોજગારી, ઉદ્યોગ, વેપાર અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે દેશના અગ્રણી વિકાસ કેન્દ્રોમાં સ્થાન મેળવશે. છ સ્તરીય કનેક્ટિવિટી ધરાવતો આ વિસ્તાર ભવિષ્યમાં દેશના સૌથી ઝડપી વિકાસ પામતા પ્રદેશોમાં સામેલ થશે.