Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

કપરાડામાં સરકાર દ્વારા વધુ ઍક નવી સરકારી માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ

કપરાડામાં સરકાર દ્વારા વધુ ઍક નવી સરકારી માધ્યમિક શાળાને મંજૂરી અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
 કપરાડા, તા. ૧૪ ઃ આજના વિજ્ઞાન અને ટેક્નોલોજી યુગમાં બાળકોનું  ઉચ્ચ શિક્ષણ અનિવાર્ય થઈ ગયું છે. જે અંગે રાજ્ય સરકાર સરકાર દ્વારા વખતો વખત જરૂરિયાત હોય તેવા તાલુકામાં બાળકોને વિનામૂલ્યે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનું શિક્ષણ મળી રહે તેવો અભિગમ રહ્ના છે. જેનું ઍક ઉત્તમ ઉદાહરણરૂપ કપરાડા તાલુકામાં વધુ ઍક સરકારે સરકારી માધ્યમિક શાળાની મંજૂરી આપી છે. કપરાડા તાલુકામાં બાળકોમાં શિક્ષણની  ભૂખ જાગી છે. ત્યારે હજારો બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્ના છે. જેને ધ્યાનમાં રાખી કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના શિક્ષણ અને ખૂબ સારા પ્રયાસો રહ્ના છે. બાળકોને અભ્યાસ માટે દૂર સુધી જવું ન પડે અને સ્થાનિક કક્ષાઍ માધ્યમિકનું શિક્ષણ બાળકોને તેવા પ્રયાસ કરવા માં આવી રહ્ના છે. જેની ફળશ્રુતિ દરેકે દિક્ષલ ગામે સરકારે નવી સરકારી માધ્યમિક શાળા ને મંજૂરી આપી દીધી છે અને હાલે ચાલુ સત્રથી ઍડમિશન શરૂ કરી દીધું છે. ત્યારે દીક્ષલ ગામ વિસ્તારના ૧૦થી વધુ ગામોના વિદ્યાર્થીઓને માધ્યમિક કક્ષાનું વિનામૂલ્યે શિક્ષણની સુવિધા મળશે. ઍક જાણકારી મુજબ હાલે શાળાઓનું પ્રથમ સત્ર શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આ નવી માધ્યમિક શાળા પ્રથમ સત્રનું ઍટમિશન આપશે. જેથી દિક્ષલ ગામ વિસ્તારના બાળકોને સ્થાનિક કક્ષાઍ શિક્ષણ મળશે જેથી વાલીઓમાં ખુશી જોવા મળી રહી છે. ધો.૯માં  બાળકો વંચિત રહી ગયા હોય તેવા બાળકોને ઍડમિશન માટે જણાવવામાં આવ્યું છે. આમ કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના પ્રયાસ બાદ નાનાપોંઢા ખાતે સરકારી કોલેજને મંજૂરી મળી હતી. હાલે દીક્ષલ ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળતા લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.