ધરમપુરમાં શ્રી ગાયત્રી પ્રજ્ઞા મંદિરમાં મહાયજ્ઞ યોજાયો
- byDamanganga Times
- 15 June, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૪ ઃ ધરમપુર પોલીસ સ્ટેશન સામે આવેલ ગાયત્રી ુપ્રજ્ઞા મંદિર ખાતે શ્રી ગાયત્રી માતાજીના ૨૬મા પાટોત્સવ નિમિત્તે મંગળવારે ગાયત્રી પરિવાર દ્વારા પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ, વિવિધ ધાર્મિક વિધિઓ તેમજ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો.
સવારે ૮ઃ૩૦ કલાકથી પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત ધર્મધજા આરોહણ અગ્રણી વેપારી સંજય કે. રાંચના હસ્તે કરવામાં આવ્યું હતું. દીપ -ાગટ્ય ઍડવોકેટ વિનોદભાઈ આર. પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુરુદેવ પૂજન નિવૃત્ત પ્રોફેસર વજીરભાઈ હરકણીયાના હસ્તે સંપન્ન થયું હતું. કળશ પૂજન ઍડવોકેટ જયદીપસિંહ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. યજ્ઞશાળામાં પ્રવેશની વિધિ ડો. અંકિત ઍમ. દશોદીના હસ્તે કરાવવામાં આવી હતી. જ્યારે ગણેશ પૂજન ધરમપુર નગરપાલિકાના ચેરમેન સમીપભાઈ રાંચના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વંદનીય માતાજી પૂજન, ગાયત્રી માતા પૂજન તેમજ નવગ્રહ દેવતા પૂજન સહિતની વિવિધ ધાર્મિક વિધિઓ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. બપોરે ૧૨ઃ૩૦ કલાકે મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ બ્લડ સેન્ટરના સહયોગથી સવારે ૯ઃ૦૦ કલાકથી બપોરે ૨ઃ૩૦ કલાક સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં અનેક રક્તદાતાઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માનવસેવાનું કાર્ય કર્યું હતું. રક્તદાન કરનાર તમામ દાતાઓને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોઍ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજનમાં ગાયત્રી પરિવારના પ્રમુખ ધીરજસિંહ દેસાઈ તથા સમસ્ત ગાયત્રી પરિવાર દ્વારા જરૂરી સહયોગ અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સમગ્ર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું.
