કપરાડાના ધારાસભ્યઍ સરકારી તાલુકા પુસ્તકાલયની મુલાકાત લીધી
- byDamanganga Times
- 15 June, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૧૪ ઃ પ્રાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને સર્વાંગી વિકાસના ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે, કપરાડા પુસ્તકાલય ખાતે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રગતિપથ યાત્રાઙ્ખ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા સ્થાનિક નાગરિકો સાથે અર્થપૂર્ણ સંવાદ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્યઍ ૧૨ વર્ષ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની ફળશ્રુતિ પર પ્રકાશ પાડ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, યુવા વિકાસ અને ખેડૂતોના હિત માટે લેવાયેલા પગલાંઓ તેમજ આત્મનિર્ભર ભારતના સંકલ્પે દેશના વિકાસને ઍક નવી અને મજબૂત દિશા આપી છે.
ઉપસ્થિત તમામ લોકો દ્વારા ભારતને પ્રગતિના શિખરે લઈ જવા અને વિકસિત ભારત ક્૨૦૪૭ઁના નિર્માણના સ્વપ્નને સાકાર કરવામાં સક્રિયપણે સહભાગી બનવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
