Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ધરમપુર વિલ્સન હિલ ખાતે વૃક્ષારોપણ કરાયું

ધરમપુર વિલ્સન હિલ ખાતે વૃક્ષારોપણ કરાયું


(દમણગંગા ટાઈમ્સ )
ધરમપુર, તા. ૧૪ ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સશક્ત નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરે પ્રગતિપથ યાત્રા અંતર્ગત રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ તેમજ વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા વિખ્યાત પર્યટન સ્થળ વિલ્સન હિલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ મુલાકાત વેળા મંત્રી કનુભાઈ અને નરેશભાઈઍ વિલ્સન હિલ પર પર્યટકો માટેની સુવિધા અને વધુ વિકાસ અર્થે પ્રાંત અધિકારી આર. સી. પટેલને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતાં. આ સિવાય ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો તળાવમાં સંગ્રહ થાય તે માટે પણ મંત્રીશ્રીઓઍ તાલુકા વિકાસ અધિકારીને સૂચન કર્યું હતું. વિલ્સન હિલની મુલાકાત સમયે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે નજીકમાં આવેલા શંકર ધોધ ખાતે ૅઍક પેડ માં કે નામૅ સંકુલ બનાવ્યું હોવાની માહિતી મંત્રીને આપી હતી. આ સિવાય પ્રગતિપથ યાત્રા દરમિયાન સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને વિલ્સન હિલ ખાતે સહાય પણ ચુકવવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
આ મુલાકાત પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, પંગારબારી ગામના સરપંચ સરસ્વતીબેન અને અધિકારી - પદાધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.