વલસાડમાં મોટાભાઈઍ નાના ભાઈની વહુને પકડી માર મારતા સામસામી ફરિયાદ
- byDamanganga Times
- 13 June, 2026
દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ
વલસાડ, તા.૧૨ ઃ વલસાડ શહેરમાં નાના ભાઈની વહુ સાથે શારીરિક સંબંધ બાંધવાના દબાણ અને જેઠ સહિતના સાસરીયાઓઍ દંપતી પર હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ હિંસક ઘટનામાં બંને પક્ષે ગંભીર ઈજાઓ થતાં વલસાડ સિટિ પોલીસ મથકે સામસામી ફરિયાદો નોંધાઈ છે.
વલસાડ શહેરમાં ઍક વિસ્તારમાં રહેતી ઍક મહિલા
ગત તારીખ ૭ જૂન, ૨૦૨૬ના રોજ રાત્રે૧૦ કલાકે ઘરની નાની ૨૬ વર્ષીય વહુ પોતાના પતિ સાથે ટેરેસ પરથી નીચે ઉતરી રહી હતી, ત્યારે તેના જેઠે તેને પાછળથી પકડી લીધી હતી અને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું.
મહિલાઍ પ્રતિકાર અને ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા જેઠે તેને પેટ અને છાતીના ભાગે લાતો મારી હતી, જેના કારણે મહિલાના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું.
તું મારી નહીં હોય તો કોઈની નહીં થવા દઉં તેવી જેઠે ધમકી આપી હતી ત્યારબાદ મહિલાને ઘરની બહાર ઢસડીને લઈ જતી વખતે તેનો નાઈટ ડ્રેસ પણ ખેંચી લઈ અને તેને રસ્તા પર નગ્ન કરીને મારવાની ધમકી આપી હતી. આ દરમિયાન પીડિત મહિલાની જેઠાણી અને કાકી સાસુ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ નાની વહુને માર મારતા તેને બચાવવા માટે વચ્ચે પડેલા નાના ભાઈ પર આરોપી જેઠે લાકડાના પાટલા વડે માથા અને છાતીના ભાગે હુમલો કર્યો હતો. આ હુમલામાં નાની વહુ અને ભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસ સુધી સારવાર લેવી પડી હતી. જે અંગે નાની વહુઍ જેઠ જેઠાણી અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી .તો બીજી તરફ જેઠે વલસાડ સીટી પોલીસ મથકમાં મોટા જેઠ દ્વારા પણ નાના ભાઈ અને તેની વહુ ની સામે વળતી ફરિયાદ નોંધાવી કે તેઓ પોતાની પત્નીને પાણી લાવવા માટે અવાજ આપી રહ્ના હતા. આ દરમિયાન નાના ભાઈની વહુ ઍ ખોટો વહેમ રાખીને ૅમને કેમ બોલાવો છો ૅ તેમ કહી ઝઘડો શરૂ કર્યો હતો. ઘરમાં બોલાચાલી દરમિયાન નાના ભાઈઍ ત્યાં આવીને મોટા ભાઈ (જેઠ)ના મોઢા પર સીધો પ્રહાર કરતા ભાઈના નીચેના દાંત હલવા લાગ્યા હતા અને ઉપરનો ઍક દાંત છૂંદાઈ ગયો હતો. જે અંગે વલસાડ સીટી પોલીસમાં બંને પક્ષોની ફરિયાદ આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
