Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વાંસદા ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાશે

વાંસદા ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાશે


દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ
વાંસદા, તા.૧૨ ઃ  વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે તા. ૧૪ જૂન, ૨૦૨૬ ના રોજ વાંસદા પોલીસ સ્ટેશન ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું આયોજન પોલીસ સ્ટેશન વાંસદા, તિલક ગ્રુપ વાંસદા, જેસીઆઈ વાંસદા રોયલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા ના સંયુક્ત સહયોગથી કરવામાં આવશે.
હાલમાં વિવિધ બ્લડ બેંકો અને હોસ્પિટલોમાં લોહીની અછત જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વધુમાં વધુ રક્ત ઍકત્રિત થાય અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તેવા શુભ હેતુથી આ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આયોજકો દ્વારા વાંસદા તથા આસપાસના વિસ્તારના યુવાનો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાઓના સભ્યો તેમજ તમામ સ્વસ્થ નાગરિકોને રક્તદાન કરવા માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે. રક્તદાન ઍ માનવતાની સૌથી મોટી સેવા છે અને ઍક યુનિટ રક્ત અનેક દર્દીઓના જીવનમાં આશાનું કિરણ બની શકે છે.
આ મહા રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે આયોજકો દ્વારા તમામ નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.