Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ડુંગરાથી ઝડપાયેલું કોલ સેન્ટર સીમકાર્ડના બદલે ઈન્ટરનેટ કનેકટીવીટી ઍપથી સંચાલિત હતું

ડુંગરાથી ઝડપાયેલું કોલ સેન્ટર સીમકાર્ડના બદલે ઈન્ટરનેટ કનેકટીવીટી ઍપથી સંચાલિત હતું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ  વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ટીમને મળેલી બાતમી  આધારે વાપી ના ડુંગરા હરિયા પાર્કમાં આવેલા ઍક બંગલામાં છાપો મારતા તેમાંથી  નવ પુરુષ અને બે મહિલા મળી ૧૧ આરોપીઓને ૫.૯૫ લાખના મુદ્દામાલ સાથે   આંતરરાષ્ટ્રીય કક્ષાનું કોલ સેન્ટર ચલાવતા ઝડપી પાડવામાં આવ્ય હતું. આ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર  ચલાવનાર મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજ ઠોલાર, રહે.જાગૃતી નગર પાસે, મેટ્રો સ્ટેશન, મુંબઇ માં રહે છે.મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજ ધ્વારા ગુન્હાહિત કાવતરાના ભાગરૂપે વ્ણ્ચ્ પ્ત્ઝ઼ફત્ઞ્ણ્વ્ ઘ્ન્શ્ગ્ નામનુ ખાનગી વોટ્સઍપ ગ્રુપ બનાવવામાં આવેલ જે ગ્રુપનો ઍડમીન જીગર માવદીયા છે. જેમા તમામ આરોપીઓ ગૃપના મેમ્બર હતા. આ ગ્રુપમાં વિદેશી નાગરીકોને જાળમાં ફસાવવા માટે ફોન ઉપર શુ વાત કરવી તેની ઓપનિંગ સ્ક્રીપ્ટ અપલોડ કરવામાં આવેલ અને તમામને આ સ્ક્રીપ્ટ મુજબ કેવી રીતે વાત કરવી તે વોન્ટેડ આરોપી રાજ ધ્વારા શીખવાડવામાં આવતુ હતુ.આરોપીઓ પકડાઇ ન જાય તે માટે લોકલ સીમકાર્ડના બદલે ઇન્ટરનેટ કનેકટીવીટી પર ચાલતી હ્-શ્રજ્ઞ્દ્દફૂ અને ખ્ભ્ત્ર્ંઁફૂ જેવી ઍપ્લિકેશન તથા વીઓઆઇપી (સ્ંત્ભ્) ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. તેઓ ઁહ્-શ્રજ્ઞ્દ્દફૂ સ્ફૂશ્વસ્ન્જ્ઞ્ંઁ ૪ઁ અને મોબાઇલ ફોનને સીધા વાઇફાઇ થી કનેક્ટ કરી તથા ઁખ્ભ્ત્ર્ંઁફૂઁ ઍપ્લિકેશન મારફતે કેનેડાના નંબરો પર સીધા કોલ કનેક્ટ કરતા હતા. ડાર્ક વેબ તથા ઓપનસોર્સનો ઉપયોગ કરી, સોશીયલ મીડીયા મારફતે તેઓ સ્ક્રપ્ટ અને કેનેડીયન નાગરીકોનો લીડ ડેટા (મોબાઇલ નંબરો) મેળવતા હતા. આરોપીઓ કેનેડા પોસ્ટ (ર્ઘ્ીઁર્ીર્ફુ ભ્ંસ્ન્દ્દ), કેનેડિયન સિક્યુરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (ઘ્લ્ત્લ્) કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (ય્ઘ્પ્ભ્) ના ઉચ્ચ સરકારી અધિકારી તરીકેની પોતાની ખોટી ઓળખ આપતા હતા. તેઓ સામેવાળા કેનેડીયન નાગરીકોને ડરાવી-ધમકાવીને તમારા નામે મોકલેલ પાર્સલમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અથવા ગેરકાયદેસર ડોલર પકડાયા છે અને કાયદાકીય તપાસમાં તમારા નામે મની લોન્ડરિંગના અનેક નકલી બેંક ખાતાઓ ખુલ્યા છે તેમ કહી ભોગ બનનાર વ્યક્તિને સંપૂર્ણ વિશ્વાસમાં લેવા અને ડરાવવા માટે ઁઞ્ંરુફૂશ્વૃઁફૂઁદ્દ ંશ્ ર્ઘ્ીઁર્ીર્ફુઁ ના નકલી લેટરપેડવાળા ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો બનાવી મોકલતા હતા અને કેસ રફે-દફે કરવાના બહાને ઍપલ (ખ્ષ્ટષ્ટશ્રફૂ), સુફેરો (લ્્યશ્ફૂશ્વં) વગેરે પ્રતિષ્ઠિત કંપનીઓના મોંઘા ગિફટ કાર્ડના સિક્રેટ નંબર મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે લાખો રૂપિયાની ડિજિટલ લૂંટ ચલાવતા હતા.