Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વલસાડમાં શિવમંદિર અને જૈન દેરાસરમાં મહાઆરતી યોજાઈ

વલસાડમાં શિવમંદિર અને જૈન દેરાસરમાં મહાઆરતી યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ દેશના  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના  સશક્ત નેતૃત્વ હેઠળ ‘સેવા, સુશાસન અને જનકલ્યાણ’ને સમર્પિત સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે વલસાડ ખાતે વિવિધ ધાર્મિક સ્થાનો પર ભવ્ય મહાઆરતી અને વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું,વલસાડ સ્થિત ઐતિહાસિક શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ખાતે લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ અને પ્રદેશના સહ-પ્રવક્તા  ધવલભાઈ પટેલ તેમજ વલસાડના ધારાસભ્ય  ભરતભાઈ પટેલની આગેવાની હેઠળ મહાઆરતીનું ભવ્ય આયોજન થયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ અને ભક્તોઍ વડાપ્રધાનના  દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાના તેમના સંકલ્પને વધુ શક્તિ મળે તે માટે ભગવાન ભોળાનાથને ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. ભાજપ પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી (જૈન)ની પ્રેરક આગેવાની હેઠળ વલસાડના શ્રી ગૌતમ સ્વામી ગુરુ મંદિર તેમજ મોટા બજાર સ્થિત શ્રી મહાવીર સ્વામી જૈન દેરાસરમાં  પણ ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં જૈન સમાજના શ્રેષ્ઠીઓ અને ભક્તોઍ મોટી સંખ્યામાં જોડાઈને દેશની સમૃદ્ધિ માટે મંગલ કામના કરી હતી.