Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ધરમપુર ભાજપ દ્વારા ફુલવાડી ૩ રસ્તા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું

ધરમપુર ભાજપ દ્વારા ફુલવાડી ૩ રસ્તા ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૧ ઃ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ધરમપુર તાલુકામાં બુધવારે ફૂલવાડી ત્રણ રસ્તા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓઍ શ્રમદાન કરી સફાઈ કામગીરી હાથ ધરી હતી.  આ પ્રસંગે  જિલ્લા પંચાયત સભ્ય પ્રતાપભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શકુંતલાબેન ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ગણેશભાઈ બિરારી, નવીનભાઈ ભોયા, મહેન્દ્રભાઈ ચૌધરી, સૌરભ માહલા તેમજ સરપંચો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્ના હતા. સ્વચ્છતા અભિયાન દ્વારા સ્વચ્છ પર્યાવરણ જાળવવા, જાહેર સ્થળોની સફાઈ અંગે જનજાગૃતિ લાવવા અને સામાજિક જવાબદારીનો સંદેશ છેવાડાના લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.