Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

દેસરા તળાવ પાસે યુવતિ અને તેના મિત્ર પર ચાર ઈસમનો હુમલો

દેસરા તળાવ પાસે યુવતિ અને તેના મિત્ર પર ચાર ઈસમનો હુમલો


બીલીમોરા, તા. ૧૧ ઃ શહેરમાં જાહેરમાં દાદાગીરી અને આતંક મચાવી સામાન્ય નાગરિકોની શાંતિ હણનારા અસામાજિક તત્ત્વો સામે સ્થાનિક જનતામાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાયદો અને વ્યવસ્થાનો સરેઆમ ભંગ કરી ભયનું વાતાવરણ ઊભું કરનારા આવા માથાભારે શખ્સો સામે બીલીમોરા પોલીસ વિભાગ દ્વારા કોઈ પણ જાતની રહેમદિલી રાખ્યા વિના કડકમાં કડક અને દાખલારૂપ કાનૂની પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે. નિર્દોષ નાગરિકોને ડરાવી-ધમકાવીને પોતાની આડોડાઈ ચલાવતા આવા અસામાજિક તત્ત્વો સામે જો અત્યારે જ પાસા કે તડીપાર જેવા કડક શસ્ત્રો ઉગામવામાં નહીં આવે તો ગુનાખોરી બેફામ બનશે તેવી ભીતિ પણ લોકમુખે ચર્ચાઈ રહી છે.