Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

સિદમ્બુરમાં ગેરકાયદે રેતી ખનન ઃ ૪ ટ્રક ઝડપાઈ

સિદમ્બુરમાં ગેરકાયદે રેતી ખનન ઃ ૪ ટ્રક ઝડપાઈ


ધરમપુર, તા.૧૦ ઃ ધરમપુર તાલુકાના સિદમ્બુર ગામની નદીમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી અને ગ્રાવલ ખનન સામે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ટીમે બુધવારે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન ખનન અને પરિવહનમાં ઉપયોગમાં લેવાતા ચાર ટ્રકો ઝડપી પાડી વાહનો તથા ખનિજ સહિત અંદાજે રૂ. ૫૦ લાખનો મુદ્દામાલ જ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં બિનઅધિકૃત રીતે રેતી અને ગ્રાવલનું ખનન થતું હોવાનું સામે આવતાં ગુજરાત ખનીજ ખાણકામ, વહન અને સંગ્રહ નિવારણ નિયમ-૨૦૧૭ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તંત્રની આ કાર્યવાહીઍ ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાવ્યો છે. વધુ મા અધિકારીઓઍ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ આવી તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.