Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ધરમપુરના રાજ ઉપહાર કંપનીનો વિવાદ ઉકેલાયો

ધરમપુરના રાજ ઉપહાર કંપનીનો વિવાદ ઉકેલાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૦૯ ઃ આસુરાગામ સ્થિત રાજ ઉપહાર કંપનીમાં કર્મચારીઓની વિવિધ માંગણીઓ અને વેતન સંબંધિત મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો વિવાદ સમાધાનથી ઉકેલાઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. 

ઉપરોક્ત વિષય અનુરૂપ છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક મહિલા કર્મચારીઓ ધરણા પર પણ ઉતરી હતી.  રવિવારના દિને પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલની મધ્યસ્થી હેઠળ તેમના હોદ્દેદારો તેમજ શ્રીમદ રાજચંદ્ર મેનેજમેન્ટ ગ્રુપના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ સમાધાનનો માર્ગ નીકળતા ધરણા પર રહેલી બહેનોને ફરી પોતાની ફરજ પર પરત લેવામાં આવી હતી.વિવાદનો અંત સમાધાનપૂર્ણ રીતે આવતાં કર્મચારીઓમાં રાહતની લાગણી જોવા મળી હતી