Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

પાલીકરમબેલીમાં મૃતકના પરિવારને સાંત્વના આપી

પાલીકરમબેલીમાં મૃતકના પરિવારને સાંત્વના આપી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 ઉમરગામ, તા.૨૯ ઃ ઉમરગામ તાલુકાના પાલીકરમબેલી ગામમાં આદિવાસી પરિવારમાં માતાઍ પોતાના ત્રણ માસુમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતાં. સમગ્ર પંથકમાં બનેલી આ કલંકિત અને કરુણ ઘટના અંગે ઉમરગામ તાલુકા યુવાશક્તિ વિકાસ સંગઠનના સંયોજક અને તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા રાકેશ રાય, જીલ્લા પંચાયતના અપક્ષ સદસ્ય નુતનબેન ભંડારી,તાલુકા પંચાયત ના સદસ્ય અરવિંદભાઈ બોબા, મનોજભાઈ, સરીગામ સરપંચશ્રી સહદેવભાઈ વઘાત, ઉપસરપંચ સંજય બાડગા, પાલીકરમબેલી સરપંચ પ્રતિકભાઈ, રાજન હળપતિ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, અગ્રણીઓ તથા યુવાનો આજરોજ પાલીકરમબેલી ગામે પહોચી પરિવારને સાંત્વના આપી અને નિર્દોષ બાળકોઍ જીવ ગુમાવ્યો, પ્રભુઍ ફૂલ જેવા કોમળ બાળકોની આત્માની શાંતિ અર્પે ઍવી પ્રાર્થના કરી સાથે તેમણે પોલિસ વિભાગ અને તંત્રને રજૂઆત કરી હતી કે આ ઘટનામાં નિષ્પક્ષ તપાસ હાથ ધરી દોષિતોને કડક સજા થવી જોઈઍ ઍવી માંગ કરી હતી.