Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ખેરગામ મામલતદાર અને તા.પં. કચેરીની કામગીરીનું કલેકટરે નિરીક્ષણ કર્યુ

ખેરગામ મામલતદાર અને તા.પં. કચેરીની કામગીરીનું કલેકટરે નિરીક્ષણ કર્યુ


 (દમણગંગા ટાઈમ્સ)
નવસારી, તા. ૨૭ ઃ નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીઍ ખેરગામ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઈ વિવિધ શાખાઓમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે કચેરી ખાતે કાર્યરત નાગરિક સુવિધા કેન્દ્ર તથા આધાર કાર્ડ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેક્ટર મનીષ ગુરવાનીઍ કામ અર્થે આવેલા નાગરિકો સાથે રૂબરૂ સંવાદ સાધી કચેરીની કામગીરી પ્રત્યેનો પ્રતિભાવ મેળવ્યો હતો તેમજ સેવાઓ સરળ અને ઝડપી રીતે ઉપલબ્ધ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
 વધુમાં આધાર કાર્ડ, વિધવા સહાય પેન્શન સહિતની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ અંગેની માહિતી ગ્રામજનો અને નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે અસરકારક આઈ.ઈ.સી. ઍક્ટિવિટી હાથ ધરવા સૂચન કર્યું હતું. સાથે જ નાગરિકકેન્દ્રિત સેવાઓને વધુ સુલભ અને પારદર્શક બનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ખેરગામ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતાં.