Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

સાપુતારામાં દીપડી પાંજરે પુરાતા રાહત

સાપુતારામાં દીપડી પાંજરે પુરાતા રાહત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સાપુતારા, તા.૨૭ ઃ ગિરિમથક સાપુતારા ખાતે છેલ્લા કેટલાક સમયથી આતંક મચાવતી માદા દીપડીને દક્ષિણ ડાંગ વન વિભાગનાં શામગહાન રેંજની ટીમે સફળતાપૂર્વક પાંજરે પકડી પાડતા સ્થાનિકો તેમજ પ્રવાસીઓઍ રાહતનો શ્વાસ લીધો છે. દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.ઍફ. નિરજકુમારનાં માર્ગદર્શન હેઠળ શામગહાન રેંજનાં આર.ઍફ.ઓ. મંજુલાબેન ઠાકરે ની ટીમ દ્વારા  સાપુતારાના વિવિધ વિસ્તારોમાં પાંજરાં ગોઠવવામાં આવ્યા હતા. આ દરમિયાન રાત્રિના સમયે શિકારની શોધમાં ભટકતી માદા દીપડી પાંજરામાં પુરાઈ હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ સાપુતારા વિસ્તારમાં ઍક ખૂંખાર નર દીપડો પણ પાંજરે પુરાયો હતો. આ નર દીપડા સાથે જ માદા દીપડી ફરતી જોવા મળતી હતી. બન્ને દીપડાનું જોડું સાપુતારાના જંગલ તેમજ આસપાસના વિસ્તારોમાં સતત ફરી રહ્નાં હતુ અને પાળતુ કૂતરાં તેમજ ઘોડાઓને નિશાન બનાવી રહ્ના હતુ. સાપુતારામાં દીપડાની ચહલ પહલથી પ્રવાસીઓમાં ભય ફેલાયો હતો. જેથી દક્ષિણ ડાંગ વન વિભાગનાં શામગહાન રેંજ દ્વારા સતત મોનિટરિંગ અને ટ્રેપિંગ કામગીરી હાથ ધરાતા અંતે માદા દીપડી પણ પાંજરે પુરાતાં સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે.