Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

રાંધાની મિલેટરી ઍકેડમીનો ત્રીજા વાર્ષિકોત્સવ ઉજવાયો

રાંધાની મિલેટરી ઍકેડમીનો ત્રીજા વાર્ષિકોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા.૨૬ ઃ રાંધાની નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટરી ઍકેડેમી સૈનિક સ્કુલનો તૃત્તિય વાર્ષિકોત્સવ ઉજવાઈ ગયો. પ્રકૃતિ-સંસ્કૃતિ અને ઉત્કૃષ્ઠતાની થીમ સાથે શરુ થયેલા કાર્યક્રમમાં ૧૦૦ જેટલાં વિદ્યાર્થીઅોની સામેલગીરીથી રજુ થયેલી દેશપ્રેમ, ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને યશોગાથાની રજુઆત કરતી વિવિધ પ્રસ્તુતિથી ઉપસ્થિત ૬૦૦થી વધુ મહેમાનો મંત્રમુગ્ધ થઈ ગયા હતાં. આ પ્રસંગે વિદ્યાભારતીના પ્રદેશ અધ્યક્ષ નીતિનભાઇઍ શૈક્ષણિક કાર્ય અને તેના પાયામા રહેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિચાર પ્રભાવી બની રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

સમારોહના પ્રમુખ તરીકે અતુલ કુલકર્ણી, ત્ભ્લ્, સેવા નિવૃત ડાયરેકટર જનરલ, ફત્ખ્ ઍં પ્રેરક ઉદ્દબોધન કર્યા હતાં અને સ્કુલે બહુ ટુંક સમયમા ભરેલી હરણફાળની પ્રશંસા કરી હતી.

રાંધા સ્કુલના આચાર્ય, ઉપ આચાર્ય, વિશેષ વિંગ કમાન્ડર તિવારીઍ માર્ગદર્શન પુરુ પાડયુ. પ્રિન્સીપાલ ગજેન્દ્રસિંહ, બંન્ને વાઇસ-પ્રિન્સિપાલ, સંપૂર્ણ સ્ટાફ અને વ્યવસ્થાત્મક પાસુ  રજનીભાઇઍ સંભાળ્યુ સાથે ડાયરેક્ટર હિરેનભાઈનો સાથ રહ્ના હતો.