Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વલસાડમાં ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સમાં ઍજન્ટ તરીકે ભરતી કરાશે

વલસાડમાં ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સમાં ઍજન્ટ તરીકે ભરતી કરાશે


વલસાડ, તા. ૨૫ ઃ વલસાડના સિનિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, વલસાડ ડિવિઝન દ્વારા ટપાલ જીવનવીમા/ ગ્રામીણ ટપાલ જીવન, વીમા ઍજન્ટની નિયુક્તિ માટે વોક - ઈન ઈન્ટરવ્યુ નું આયોજન કરવામાં આવ્યું છે. નીચેની શરતો પુર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો વોક – ઈન– ઈન્ટરવ્યુ માં હાજર રહી શકે છે. જે સિની. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ, વલસાડ ડિવિઝન, હેડ પોસ્ટ ઓફીસ, ૧લા માળે વલસાડ ખાતે તા. ૨૬/૦૫/૨૦૨૬ મંગળવાર ના રોજ સવારે ૧૧.૦૦ થી ૦૨.૦૦ કલાકે રાખવામાં આવ્યું છે.     ઉમેદવારોઍ પોતાના બાયોડેટા, ઉમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતો, આવશ્યક પ્રમાણપત્ર અને અનુભવનો (જો હોય તો) દાખલો લાવવાનો રહેશે. યોગ્યતાની શરતો જોઈઍ તો, લાયકાત ધો.૧૦ મું પાસ અને ઉંમર ૧૮ વર્ષથી ઉપર હોવી જોઈઍ. આ સિવાય ઍકસ લાઈફ ઍડવાઈઝરો/ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ/આંગણવાડી કાર્યકરો/મહિલા મંડળ કાર્યકરો/સ્વ.સહાય જૂથના કાર્યકરો/ઍક્સ સર્વિસમેન/ નિવૃત્ત કેન્દ્ર/ રાજ્ય સરકારના કર્મચારીઓ/ શિક્ષકો/ બેરોજગાર/ સ્વરોજગાર યુવાનો, વીમા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા વ્યક્તિ અથવા ઉપરોક્ત લાયકાત ધરાવતા કોઈ પણ વ્યક્તિ વોક-ઈન- ઈન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે.