Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વલસાડમાં બકરી ઈદની નમાઝનો સમય જાહેર કરાયો

વલસાડમાં બકરી ઈદની નમાઝનો સમય જાહેર કરાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ  નજીક ના ભાગડાવડા ઈદગાહ ટ્રસ્ટના પ્રમુખ જ.સદરુંદ્દીન ઍન. કાઝી(સિનિયર ઍડવોકેટ) ના પ્રમુખ પણા હેઠળ મસ્જીદે ફાતિમા બેચર રોડ વલસાડ માં તા- ૨૩/૦૫/૨૦૨૬ ને ગુરુવારના રોજ મળેલ ટ્રસ્ટની મીટિંગમાં આગામી તા-૨૮/૦૫/૨૦૨૬ ને ગુરુવારના રોજ ઈદ ઉલ અઝહા(બકરી ઈદ) મનાવવામાં આવશે અને ઈદની નમાઝ સવારે ૭ કલાકે   ઈદગાહમાં રાખવામા આવેલ છે. 

જેની તમામ મુસ્લિમ બિરાદરોઍ નોંધ લેવા વિનંતી છે. 

આ મિટિંગમાં સેક્રેટરી ઝાહીદભાઈ દરિયાઈ, ઝાકીર પઠાણ.અ.લતીફ શેખ, યુસુફભાઈ જરીવાળા,અહમદ ગુલામ શેખ, રમઝાન સૈયદ,આકીબ મલેક, જુનેદ કાઝી, જમીર શેખ, કલીમ હસન અલી, મોહમદ સાહેબ વલી, ઇરફાન કાદરી, ઇરસાદ કાઝી, યાકુબ મલેક તથા મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્ના હતા. કારી અશરફ ચાયવાળા બયાન ફરમાવશે તથા સદદામ કાઝી ઈદની નમાઝ પઢાવશે.જેની સર્વે મુસ્લિમ બિરાદરોઍ નોંધ લેવા વિનંતી છે.