Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

સ્વ-ગણતરીમાં કનુભાઈઍ ભાગ લીધો

સ્વ-ગણતરીમાં કનુભાઈઍ ભાગ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૦ ઃ  કેન્દ્ર સરકારના ‘જનગણના ૨૦૨૭’ કાર્યક્રમ અંતર્ગત ‘સ્વગણના’ પ્રક્રિયામાં રાજ્યના નાણા અને શહેરી વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ દ્વારા તેમના પરિવારની ઓનલાઇન વિગતો ભરી દેશના તેમજ રાજ્યના જાગૃત નાગરિક તરીકેની ઉદાહરણ પુરુ પાડયું હતું. તેમણે રાજ્યના નાગરિકોને અપીલ છે કે તમે પણ આ કાર્યક્રમમાં જાડાવો અને તમારી અને તમારા પરિવારની સચોટ માહિતી આપો.  આ કાર્યક્રમ તારીખ ૧૭ થી ૩૧ મે દરમિયાન ઘરે બેઠા જ ઓનલાઇન કરી શકાય છે. તેમની આ પહેલને ધ્યાને લઈ વાપી પારડી વિસ્તારના અનેક લોકોઍ પણ ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા ની પહેલ કરાઈ છે.