Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

ગુંદલાવની સો મિલમાં રાત્રે ભીષણ આગ

ગુંદલાવની સો મિલમાં રાત્રે ભીષણ આગ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૯ ઃવલસાડના ગુંદલાવ ઞ્ત્ઝ઼ઘ્માં શ્રી ક્રિષ્ના ઍન્ટરપ્રાઇઝ નામની લાકડાના સો મિલમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક આગ લાગવાની ઘટના બનતાવિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. વલસાડ નજીકની  ગુંદલાવ ઞ્ત્ઝ઼ઘ્માં આવેલી શ્રી ક્રિષ્ના ઍન્ટરપ્રાઇઝ નામની લાકડાના સો મિલમાં ગઈકાલે  મોડી રાત્રે અચાનક જ આગ લાગવાની  ઘટના બાદ જોતજોતામાં તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આકાશમાં ઉઠતા ધુમાડાના ગોટેગોટા જોઈને આસપાસના સ્થાનિકો અને અન્ય કારખાનાના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ પોલીસ અને વલસાડ નગર પાલીકા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી જઈ પાણીનો મારો ચાલવી આગ ને કલાકોની મહેનત બાદ આગ પરને  કાબુ લીધી હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગમાં  કિંમતી મશીનરી બળીને ખાખ થઈ ગઈ હતી શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે, જે અંગે પોલીસ અને સંબંધિત વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.