Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વાંસદા કાવેરી નદી પર ધોબીઘાટ બનવાથી ખુશીનો માહોલ

વાંસદા કાવેરી નદી પર ધોબીઘાટ બનવાથી ખુશીનો માહોલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાંસદા, તા.૧૯ ઃ વાંસદાના વડબારી વિસ્તારમાં કોળચી વસાહત તરફ કાવેરી નદી પર લોકોની વર્ષોથી ધોબીઘાટ અને તળાવ બનાવવાની માંગ હતી. જેના પગલે વોર્ડના સભ્ય  હસમુખલાલ બંસીલાલ શર્માની રજૂઆતને ધ્યાને લેતા વાંસદા સરપંચ ગુલાબભાઈ પટેલ તથા ડે.સરપંચ હેમાબેન દિપકભાઈ શર્માના પ્રયત્નો થકી ૧૫ માં નાણાપંચ માંથી રૂપિયા ૨૦૦૦૦૦/-  મંજુર કરી ધોબીઘાટ નુ કામ પૂર્ણ થતા તેમજ કોળચી વસાહત સ્મશાન જતા રસ્તા તરફ લાઈટના થાંભલા ની સુવિધા ઉપલબ્ધ થતા ટુંક સમયમાં રોડ પર લાઈટ પણ ચાલુ થવાની ખાતરી આપતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લોકો ઍ સભ્ય હસમુખલાલ  શર્મા, સરપંચ ગુલાબભાઈ પટેલ તથા ડે.સરપંચ હેમાબેન શર્મા અને તમામ ગ્રામ પંચાયત સભ્યોનો આભાર માન્યો હતો.