Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

સેલવાસમાં ૨૩ મેના ધોડિયા સંસ્કૃતિ ઉત્સવ યોજાશે

સેલવાસમાં ૨૩ મેના ધોડિયા સંસ્કૃતિ ઉત્સવ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૮ ઃ આગામી ૨૩ મેના રોજ સિલવાસા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા પ્રથમ ધોડિયા સંસ્કૃતિ ગૌરવ — તૂર થાળી વાદ્ય, લોકગીત અને નૃત્યકલા ઉત્સવને લઈ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી વિવિધ સમિતિઓને જવાબદારીઓ સોંપવામાં આવી હતી. સંસ્થાના અધ્યક્ષ અશ્વિન ઍચ. પટેલઍ જણાવ્યું હતું કે ઉત્સવનો હેતુ ધોડિયા સમાજની પરંપરા અને સંસ્કૃતિને યુવા પેઢી સુધી પહોંચાડવાનો છે. 

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કલાબેન મોહનભાઈ ડેલકર હાજર રહેશે.

બેઠક પહેલા આગેવાનો દ્વારા સ્ટેડિયમ ગ્રાઉન્ડનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નગર હવેલીના ધોડિયા પરિવારો મોટી સંખ્યામાં ઉત્સવમાં જોડાશે.