Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

દમણમાં નવી બસ સેવા શરૂ

દમણમાં નવી બસ સેવા શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૧૭ ઃ દમણ અને દમણ-દીવ પ્રશાસને સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓની સુવિધા માટે નવી બસ સેવા શરૂ કરી છે. આ બસ સેવા સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધી કાર્યરત રહેશે, જે દમણના વિવિધ મુખ્ય વિસ્તારો અને ગામડાઓને જોડશે. વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, બધી બસો સવારે ૭ થી રાત્રે ૯ વાગ્યા સુધી વિવિધ રૂટ પર સતત કાર્યરત રહેશે. નવી બસ સેવા નાની દમણ બસ સ્ટેન્ડ, આંબાવાડી, કાચીગામ, સોમનાથ, દાભેલ, પટાલિયા, ભીમપોર, દેવકા, નમો પથ, નાઈટ માર્કેટ, મોટી દમણ ગ્રાઉન્ડ, ધોલપુર, જામપોર, પરિયારી, કડાયા, ખારીવાડ અને અન્ય વિસ્તારોને જોડે છે. વહીવટીતંત્રનો ઉદ્દેશ્ય સ્થાનિક અને પ્રવાસીઓ બંનેને રાહત આપતા, સુલભ અને સસ્તું જાહેર પરિવહન પૂરું પાડવાનો છે.

 બસ સેવા શરૂ થવાથી ખાનગી વાહનો પરની નિર્ભરતા ઓછી થશે અને ટ્રાફિક પ્રવાહમાં સુધારો થશે તેવી અપેક્ષા છે. 

વહીવટીતંત્રે નાગરિકોને આ બસ સેવાનો મહત્તમ લાભ લેવા જણાવાયું છે.