Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વાપી મનપાના મેયર, ડે. મેયર અને કારોબારી ચેરમન નક્કી થઈગયા

વાપી મનપાના મેયર, ડે. મેયર અને કારોબારી ચેરમન નક્કી થઈગયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૮ ઃ વાપી મહાનગર પાલિકાની ૨૬ ઍપ્રિલે ચૂંટણી સંપન થયા બાદ ૨૮ ઍપ્રિલે પરીણામ જાહેર થયા જેમાં ભાજપ ૩૭ બેઠક સાથે બહુમતી મેળવી હોય મહાનગર પાલિકાના પ્રથમ મેયર, ડેપ્યુટી મેયર અને  સૌથી મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હશે તેની ચાલતી અટકળો ઉપર આગામી સાહમાં અંત આવશે. ગઈ કાલે ગાંધીનગરમાં મળેલી ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડમાં ઉપરોક્ત હોદ્દાઓ માટે પસંદગી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.                      

વાપીની પ્રથમ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ૩૭ તથા ૪ અપક્ષ મળી કુલ ૪૧ ચૂંટાયેલા કાઉન્સિલરો સાથે ભાજપે સત્તા હાંસલ કર્યા બાદ હવે આ મહાનગર પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને કારોબારી સમિતિ ચેરમેનની પસંદગી ગાંધીનગર ખાતે ગઈ કાલે મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની મિટિંગમાં થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. સૂત્રો દ્વારા પ્રા માહિતી મુજબ ગત નગર પાલિકાની બોડીમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા વોર્ડ મિતેશ દેસાઈ સહિત કેટલાક અનુભવી કાઉન્સિલરોને અન્ય સમિતિઓમાં સમાવવામાં આવે તે શક્યતા છે. વાપી મનપાના મેયર, ડેપ્યુટી મેયર અને સમિતિઓની રચના માટે આગામી સાહમાં સામાન્ય સભા બોલાવાય તેવી શક્યતા છે.