Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

વાપી કેન્દ્રનું ૮૫.૨૮ ટકા પરિણામ

વાપી કેન્દ્રનું ૮૫.૨૮ ટકા પરિણામ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ આજે જાહેર થયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાના પરિણામમાં વાપી કેન્દ્રનું પરિણામ ૮૫.૨૮  ટકા જાહેર થયું છે.

ગત ફેબ્રુઆરી માર્ચ ૨૦૨૬માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં સમગ્ર વલસાડ જિલ્લામાંથી કુલ નોંધાયેલા ૨૦,૭૮૩ વિદ્યાર્થી પૈકી ૨૦૪૧૮ જેટલા વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી જેમાંથી ૧૬,૨૯૨ વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા જેને લઇ વલસાડ જિલ્લાનું પરિણામ ૭૮.૧૫ ટકા જાહેર થયું છે જેમાં આવતા વાપી કેન્દ્રમાંથી કુલ ૨૮૦૬ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જેમાંથી ૨,૭૮૫ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી આ પરીક્ષાર્થીઓ માંથી આજે જાહેર થયેલા ધોરણ ૧૦ બોર્ડના પરીક્ષામાં ૨,૩૭૫ જેટલા વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા હતા જેને લઇ વાપી  કેન્દ્રનું પરિણામ ૮૫.૨૮ ટકા જાહેર થયું છે જ્યારે વલસાડ જિલ્લામાંથી ૪૮ જેટલી સ્કૂલોનું પરિણામ ૧૦૦ ટકા જાહેર થયું છે જેમાંની ૨૪ જેટલી શાળાઓ વાપી પંથકની છે અને લગભગ ૧૩ થી વધુ શાળાનું પરિણામ ૮૫ થી ૯૦ ટકાની ઉપર જાહેર થયું છે.

ગત વર્ષે વાપી કેન્દ્રનું પરિણામ કરતાં આ વખતે દોઢ ટકો વધુ જાહેર થયું છે.