Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

જિલ્લામાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઅોમાંથી અડધી વાપીની

જિલ્લામાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઅોમાંથી અડધી વાપીની


ïવાપી, તા.૦૬ ઃ આજે જાહેર થયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી માર્ચ ૨૦૨૬માં લેવાયેલી ધોરણ ૧૦ ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં જિલ્લાની કુલ ૪૮ જેટલી સ્કૂલો નું પરિણામ ૧૦૦ ટકા જાહેર થયું છે. જેમાં વાપી પંથકની ૨૪ જેટલી સ્કૂલોનું પરિણામ ૧૦૦ ટકા અને ૧૦ થી વધુ સ્કૂલ નું પરિણામ ૮૫ થી ૯૦ ટકા ની ઉપર જાહેર થયું છે જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ ૧૦ નું પરિણામ ખૂબ જ ઊંચું આવતા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્ના છે વાપી પંથકની સેન્ટ ફ્રાન્સિસ ચલા, લાયન્સ  ઉપાસના હાઇસ્કુલ, ઍલજી હરિયા ડુંગરા સ્વામિનારાયણ સલવાવ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સારસ્વત હાઇસ્કુલ રાતા ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તેમજ સેન્ટ જોસેફ કરવડ જેવી અનેક શાળાઓનું પરિણામ ધોરણ ૧૦ નું આજે જાહેર થયું હતું જેમાં આ શાળાઓનું પરિણામ સો ટકા જાહેર થયું છે જોકે વાપીની દસથી વધુ શાળાનું પરિણામ ૮૫ થી ૯૦ ટકાની ઉપર આવતા વાપી પંથકમાં શિક્ષણના પરિણામ ખૂબ જ ગુણવત્તા પૂર્વક હોવાનું જાહેર થયું છે. જેને લઇ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓમાં ખૂબ જ હર્ષ ઉલ્લાસ અને આનંદની લાગણીઓ જોવા મળી રહી છે.