Damanganga Times.

Damanganga Times.

June 15, 2026

સેલવાસમાં ભવ્ય નિરંકારી બાળ સંત સમાગમનું આયોજન કરાયું

સેલવાસમાં ભવ્ય નિરંકારી બાળ સંત સમાગમનું આયોજન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૫ ઃ સેલવાસ સ્થિત કલા કેન્દ્ર હોલમાં નિરંકારી બાળ સંત સમાગમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં સુરત સેક્ટર, નોગામા સેક્ટર, ઉમરગામ સેક્ટર, વાપી સેક્ટર, વલસાડ સેક્ટર, કપરાડા સેક્ટર તેમજ દાદરા નગર હવેલી અને દમણ સેક્ટરનાં આસપાસના વિવિધ સ્થળોમાંથી મોટી સંખ્યામાં બાળ સંતો અને તેમના અભિભાવકો ઉપસ્થિત રહ્નાં હતાં. સમાગમમાં બાળકોઍ લઘુનાટિકા, ગીત, કવિતા અને હરદેવ વાણીના માધ્યમથી બ્રહ્મજ્ઞાનની મહિમાને અત્યંત સુંદર રીતે પ્રસ્તુત કરી. તમામ બાળ સંતોઍ પોતાની જવાબદારીઓને સંપૂર્ણ સમર્પણ અને ઉત્સાહ સાથે નિભાવી. સ્થાનિક સેક્ટરનાં સંયોજક વિનોદ માહ્નાવંશીઍ સમાગમમાં ઉપસ્થિત તમામ બાળકો, અભિભાવકો, સેવાદળના સભ્યો અને સાધસંગતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કયો હતો.